સિધ્ધનાથ મહાદેવની અલૌકિક ગાથા

સરસ ગામથી નજીક શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર આવેલું છે. એક વખત સિધ્ધનાથનું મંદિર જોઇને લુંટારાઓ આવ્યાં. લુંટારાઓને થયુ કે રાજાએ બંધાવેલ મંદિરનાં શિવલિંગ નીચે સોનું, ચાંદી, ખજાનો વગેરે હશે. તેથી લુંટારાઓનો થયું કે રાજાએ બંધાવેલ મંદિરનાં શિવલિંગ નીચે સોનું, ચાંદી, ખજાનો વગેરે હશે. તેથી લુંટારાઓએ ગડોશેણું અને કુહાડાથી અનેક વિધ શિવલિંગ પર પગ મુકીને ઘા કર્યા. જેનાથી શિવલિંગનાં ઘાના છિદ્રોમાંથી અસંખ્ય ભીંગારા ભમરાઓ રૂપે ભગવાન પ્રગટ થઇ તે લુંટારાઓને રીસ કરી કરડ્યા. પિંઢારા અને લુંટારાઓ ત્યાંથી ભાગ્યા. ક્રોધથી આંખમાં કરડવાથી તેઓ આંધળા થઇ ગયા. ત્યારે તેમણે ધુળ ચાટીને માફી માંગી વિનંતી કરી જેથી ભમરા સમી ગયા. આમ શિવલીંગ ખંડિત થઇ ગયું. શિવજીએ આ લીંગની મહત્તા અને પવિત્રતા જાળવવા આ શિવલીંગમાંથી ગૃપ્ત ગંગા પ્રગટ કરી જેનો પ્રવાહ આજે પણ ચાલુ છે.
આ ટેકરીની અંદર સિધ્ધનાથ મહાદેવનું શિવલીંગ હતું, ત્યાં શિવલિંગ પર ગાયની અખંડ દૂધની ધારા વહેતી હતી, બીજી ઘટના એવી હતી કે ગોકર્ણ મુનિનો આશ્રમ હતો તેમને સ્વપ્નમાં શિવલિંગનાં દર્શન થયા, તેમનાં તપોબળથી શિવલિંગ સ્વયંભૂ ઉત્પન્ન થયું તેમને ભગવાને સાક્ષાત દર્શન આપ્યા તેથી ગોકર્ણ મુનિની મનોકામના પૂર્ણ થતા તેમણે આ શિવલીંગ બાર જ્યોર્તિલીંગમાં ત્ર્યંબ્કેશ્વરનું ઉપલિંગ તરીકે નામકરણ વિધિ કરીને સિધ્ધનાથ મહાદેવની સ્થાપના માગશર સુદ અગિયારસ (ગીતા જ્યંતિ) ના દિવસે કરી હતા. શ્રી સિધ્ધનાથ મહાદેવનું લીંગ તાપી પુરાણનાં ૭૧ નાં અધ્યાયનાં શ્લોક નંબર ૧૭૫ મુજબ સિધ્ધનાથ મહાદેવથી ઉત્તમ બીજું કોઇ લીંગ નથી. શ્લોક ૧૭૬ મુજબ મકર રાશીનાં સૂર્યમાં શ્રીરામચંદ્રજી પૂંજાયેલા સિધ્ધનાથ મહાદેવનાં દર્શન કરીને તથા રામકુંડમાં સ્નાન કરીને કોઇપણ મનુષ્ય ગર્ભવાસના કષ્ટને પામતો નથી.
રામાયણ મુજબ રાવણ લંકાનો રાજા બ્રાહ્મણ હતો રાવણને માર્યા પછી તેમને બ્રહ્મ હત્યાનું પાતક લાગ્યું તેમાંથી છૂટવા માટે ભગવાન રામે અહીં યજ્ઞ કર્યો હતો.
સિધ્ધનાથ મહાદેવ પરિસરમાં ૨૫૧ દિવા સળગાવવા માટે દિપમાળા, ઉત્તરે હનુમાનજી મંદિર, દક્ષિણે કેદારેશ્વર મહાદેવ તેમજ ધર્મશાળા અને જીવીત સમાધી છે અને મંદિર પરિસરની બહાર બાણગંગા કૂવો, રામકુંડ અને ગોકર્ણ મુનિનું સમાધિ સ્થાન જોવા મળે છે.
શ્રી સિધ્ધનાથ મહાદેવું નિર્માણ કાર્ય ૧૭૯૫ થી હાથ ધરીને ૧૮૦૩ ની સાલમાં દામાજી પિલાજી ગાયકવાડે કર્યો હતો. આ મંદિરની આજુ-બાજુ રેલમાંથી તણાઇને આવેલ લાકડામાંથી ધર્મશાળા બાંધવામાં આવેલ હતી જે આજે પણ જોવા મળે છે.
માગશર સુદ અગિયારસનાં (ગીતાજયંતી) દિવસે અહીં બે દિવસનો મેળો ભરાય છે. સવારે શિવલિંગનાં દર્શન થાય છે. રાત્રે મહાપૂજા કરી પાઘડીનાં દર્શન થાય છે. બીજા દિવસે સવારે ઘી નાં કમળ બનાવી શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. તેના દર્શન થાય છે. હજારો લોકો દર્શન કરવા આવે છે. આ દિવસે આખો દિવસ ભજન-કીર્તન થાય છે.
મહાવદી તેરસને મહાશિવરાત્રીના દિવસે ભાવિક ભક્તો ફુલ, બિલ્લિપત્ર વગેરે ચઢાવે છે. રાત્રિના સમયે આરતી, મંત્ર, પુષ્પાજંલિ અને મહાપૂજા થાય છે. બીજા દિવસે સવારે ઘીના કમળ બનાવી શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. તેના દર્શન શિવભક્તો બીજા દિવસે કરી શકે છે. શ્રાવણ માસમાં ભક્તો તાપી નદીનું જળ લાવી અભિષેક કરે છે.