ઇતિ શ્રી સ્કંદપુરાણમાં તાપી મહાત્મ્યમાં સિધ્ધેશ્વર તીર્થ પ્રભાવ નામના તાપીપુરાણનાં ૭૧ માં અધ્યાયમાં દર્શાવ્યા મુજબઃ-
ગોકર્ણમુનિએ રામચંદ્રજીને કહ્યું કે હે રામ તાપી તટના પાંચ કોશમાં પાપી જીવો મરણ પામીને સત્યલોકથી પરમ પદને પામ્યા છે. અહીં પાપનો નાશ કરનાર સિધ્ધનાથ મહાદેવ છે જે મારી ભક્તિથી તેમજ મારા તપોબળથી અહીં સ્વયંભૂ સંસારમાંથી મુક્તિ આપનાર પૃથ્વીનું વિદારણ કરીને પ્રગટ થયા છે. જ્યાં શતાનિક રાજાએ પણ તેમના પૂર્વજોનાં ઉદ્ધાર માટે બ્રાહ્મણોને દાન આપી તેમનું પુજન કરી કૃતાર્થ થયા હતા.
શ્લોક નં.૧૭૪ થી ૧૭૮ મ
સરસ ગામથી નજીક શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર આવેલું છે. એક વખત સિધ્ધનાથનું મંદિર જોઇને લુંટારાઓ આવ્યાં. લુંટારાઓને થયુ કે રાજાએ બંધાવેલ મંદિરનાં શિવલિંગ નીચે સોનું, ચાંદી, ખજાનો વગેરે હશે. તેથી લુંટારાઓનો થયું કે રાજાએ બંધાવેલ મંદિરનાં શિવલિંગ નીચે સોનું, ચાંદી, ખજાનો વગેરે હશે. તેથી લુંટારાઓએ ગડોશેણું અને કુહાડાથી અનેક વિધ શિવલિંગ પર પગ મુકીને ઘા કર્યા. જેનાથી શિવલિંગનાં ઘાના છિદ્રોમાંથી અસંખ્ય ભીંગારા ભમરાઓ રૂપે ભગવાન પ્રગટ થઇ તે લુંટારાઓને રીસ કરી કરડ્યા. પિંઢારા અને લુંટારાઓ ત્યાંથી ભાગ્યા. ક્રોધથી આંખમાં કરડવાથી તેઓ આંધ
તાપી પુરાણમાં ૭૧માં અધ્યાયનાં શ્લોક ૪૪, ૪૫ થી ૮૪, ૮૫ સુધીનાં શ્લોકમાં દર્શાવ્યા મુજબઃ
હે રામ! તાપી કિનારાનાં પાંચ કોશમાં તાપી જીવો પણ મરણ પામી સત્યલોકથી પરમ પદે ગયા છે. અહીં પાપને નાશ કરનારા સિધ્ધનાથ મહાદેવ છે, મારી ભક્તિથી સદાશિવરૂપે પોતે સ્વયંભૂ પ્રગટ થયા છે. (૪૪)
સમુહો સૂર્યોદયથી તિમિરનાં સમૂહની પેઠે અવશ્ય નાશ પામે છે, એકવાર સિધ્ધનાથ મહાદેવના દર્શન કરીને કયો પાપી પુરૂષ સ્વર્ગે જતો નથી ? હે રામ ! જેનું સ્મરણ કરવાથી મન પ્રસન્ન થાય છે, અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. (૪૫)
શ્રી રૂદ્ર બોલ્યાઃ- ત્યારે તે ગોકર્ણ મુનિનાં ઉપદેશથી પો
સૂત ઉવાચઃ
પિતર્યુપરતે તેન જનની તાડિતા ભૃશમ્ ।
કક વિત્તં તિષ્ઠતે બ્રૂહિ હનિષ્યે લતયા ન ચેત્ ।।૧।।
આગળ સૂતે કહ્યું કે પિતા મરણ પામ્યા એટલે પેલા ધુંધુકારીએ માતાને પણ મારીને કહ્યુંઃ "બોલ, ધન ક્યાં છે ? નહિ તો લાત મારીને મારી નાખીશ." તેનાં આવાં વર્તનથી આઘાત પામેલી માતા ધુંધુલી દુઃખથી રાતે કૂવામાં પડી મરણ પામી. આ વખતે ગોકર્ણ તો તીર્થયાત્રા કરવા નીકળી ગયો હતો.
માતાના મૃત્યુ પછી ધુંધુકારી એકલો-અટૂલો પડી ગયો. તે વેશ્યાઓને પોતાના ઘરમાં લઈ આવ્યો. તે વેશ્યાઓને રાજી કરવા માટે ચોરી કરવા લાગ
સિધ્ધનાથદાદાના પ્રિય ભક્ત રતનદાસ બાવા જેમની સમાધિ ઓલપાડનાં બાવા ફળિયામાં આવેલ છે. જેનાં અનેક ચમત્કારો આજે પણ જાણીતા છે. તેઓ રોજ મધરાતે તાપી નજીક કુરૂક્ષેત્ર પાસેથી જળ કાવડમાં ભરીને માઇલો સુધી ચાલીને પણ સિધ્ધનાથ મહાદેવને અભિષેક કરતાં. એમનો એ નિયમ અચળ હતો. કોઇપણ વિપરીત પરિસ્થિતિ પેદા થાય તો પણ અભિષેક કર્યા વગર ન રહે પછી સખ્ત ટાઢ હોય, તડકો કે ભારે મેઘ તુટી પડ્યાં હોય. અચળ એમનો નિયમ એવી અચળ એમની શ્રધ્ધા હતી. સાપ, અજગરો મોકલતા પણ રતનદાસ બાબાને ભય લાગતો ન હતો. બધી જ કસોટીમાંથી રતનદાસ પસાર થઇ ગયા હતા.
એક દિવસ નિત્ય પ્રમાણે તે મધરાતે