રામકુંડ અને રામયજ્ઞનું મહત્વ

તાપી પુરાણમાં ૭૧માં અધ્યાયનાં શ્લોક ૪૪, ૪૫ થી ૮૪, ૮૫ સુધીનાં શ્લોકમાં દર્શાવ્યા મુજબઃ
હે રામ! તાપી કિનારાનાં પાંચ કોશમાં તાપી જીવો પણ મરણ પામી સત્યલોકથી પરમ પદે ગયા છે. અહીં પાપને નાશ કરનારા સિધ્ધનાથ મહાદેવ છે, મારી ભક્તિથી સદાશિવરૂપે પોતે સ્વયંભૂ પ્રગટ થયા છે. (૪૪)
સમુહો સૂર્યોદયથી તિમિરનાં સમૂહની પેઠે અવશ્ય નાશ પામે છે, એકવાર સિધ્ધનાથ મહાદેવના દર્શન કરીને કયો પાપી પુરૂષ સ્વર્ગે જતો નથી ? હે રામ ! જેનું સ્મરણ કરવાથી મન પ્રસન્ન થાય છે, અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. (૪૫)
શ્રી રૂદ્ર બોલ્યાઃ- ત્યારે તે ગોકર્ણ મુનિનાં ઉપદેશથી પોતાના નાના ભાઇ (લક્ષ્મણ) સહિત રામચંદ્રએ વનમાં થયેલા પુષ્પો તથા ફળોથી સિધ્ધનાથનું પૂજન કીધું. (૪૬)
હે પુત્ર ! સિધ્ધનાથ મહાદેવને વંદન કરી રામચંદ્રજીએ પુનઃગોકર્ણ મુનિને કહ્યું કે, હે મહા મુને ! બ્રાહ્મણોને હું કંઇક દાન આપીશ. (૪૭)
ત્યારે ગોકર્ણ મુનિ બોલ્યા સઘળી એષણાઓનો મેં ત્યાગ કીધો છે, તેથી હું દાન લઇ શકીશ નહીં. હે રાઘવ! મધ્ય દેશમાં ગંગાજીને કીનારે બ્રાહ્મણો છે કે જેને મહાલક્ષ્મી દેવીએ પૂર્વે મહા તપ કરીને કલ્પગ્રામમાં એક લાખ જેટલી સંખ્યામાં આણ્યા હતા. મહાલક્ષ્મી દેવીએ સ્થાપન કરેલા બ્રાહ્મણોમાંથી કેટલાંક ગંગાજીનો આશ્રય કરી રહ્યા છે. તે બ્રહ્મવાદિ બ્રાહ્મણો દાન લેવા સમર્થ છે. ત્યારે રામચંદ્રજીએ ભાવપુર્વક હનુમાનજીનાં મુખ તરફ જોયું કે સંસારમાંથી મોક્ષ અપાવનારા. તે બ્રાહ્મણો (અહીં) કેવી રીતે આવે ? (૫૧)
ત્યારે પોતાની ભક્તિથી હરિત અંતઃ કરણવાળા રામચંદ્રજીનું મન જાણી મનનાં જેવા વેગવાળા વાયુ પુત્ર આકાશમાં વેગથી ઉડ્યા. (૫૨)
પાંખવાળા પર્વતની પેઠે આકાશમાં માર્ગ કરતા ગંગા તીરે ક્ષણ માત્રમાં તે આવી પહોંચ્યા કે જ્યાં પરબ્રહ્મને ઓળખનારા બ્રહ્મદેવની પેઠે શાંત, બંધ કરેલા નેત્રવાળા, સ્થિર શરીરવાળા પ્રાણાયામ કરતા, સ્થાવર સૂર્યનાં જેવા બ્રાહ્મણો રહે છે. (૫૪)
શ્રી હનુમાનજી બોલ્યા, જે બ્રાહ્મણો બ્રહ્મદેવનાં મુખ કમલમાંથી ઉત્પન્ન થયેલા છે. તે દેહધારી વેદ સમાન છે, તથા વિશુદ્ધ સત્વગુણવાલા છે અને તે બ્રાહ્મણોને હું શરણે આવ્યો છું. (૫૬)
હનુમાનજી બોલ્યા હું આપે કહ્યા તેમાનો કોઇપણ માયાવી નથી. ખરેખર હું તો વાયુપુત્ર વાનર રામચંદ્રજીનો સેવક તથા દુત છું. (૬૧)
રામચંદ્રજીએ તમોને બોલાવવા માટે મને મોકલ્યો છે. તાપી નદીને તીરે અરણ્યમાં નક્કી તે તમારી પૂજા કરશે. (૬૨)
ત્યારે બ્રાહ્મણો બોલ્યા હમો ઉત્તમ નદી ગંગાજીને છોડી ત્યાં આવીશું નહી હે વીર ! હમો તો પર્ણ તથા જળનું ભોજન કરનારા છીએ રામચંદ્રજી સાથે શું હમોને પ્રયોજન છે ? (૬૩)
ત્યારે હનુમાનજી બોલ્યા, હે ઉત્તમ બ્રાહ્મણો ! પોતાની ફરજ અદા કીધા વિના જે દુત પોતાનાં સ્વામીને મુખ દેખાડે છે તેને ધિક્કાર છે. અને તેને પાપી સમજવો. (૬૪)
તાપીને કિનારે પવિત્ર અરણ્યમાં જ્યાં સિધ્ધનાથ પ્રભુ છે ત્યાં કયો ક્રુર કર્મી પુરૂષ તેના દર્શન કરી સ્વર્ગ મેળવતો નથી? (૬૫)
હે વિપ્રો આખી જીંદગી સુધી ગંગાજીનું સેવન કરવાથી જે ફળ મળે છે તેનાથી આઠ ગણું ફળ તાપીનાં સ્મરણથી જરૂર મળે છે. (૬૬)
ત્યારે હનુમાનજી બોલ્યા હે ઉત્તમ બ્રાહ્મણો ! પોતાની ફરજ અદા નહી કરે જે દુત પોતાના સ્વામીને મુખ દેખાડે છે તે દુતને પાપી સમજવો. તેને ધિક્કાર છે. (૬૯)
ત્યારપછી તે વીર હનુમામજીએ મરવાનો નિશ્ચય કીધો અને શાંત વૃત્તિવાળા થઇને તેણે સુખડ અને અગરૂનાં કાષ્ટની ચિતા ખડકી (૭૦)
અને ત્યાં ગંગાનાં પવિત્ર જળમાં સ્નાન કરી ચિતાની પ્રદક્ષિણા કરી મરવા તૈયાર થયાં. (૭૧)
ત્યારે તે સઘળા દયાળુ બ્રાહ્મણો મરવા તૈયાર થયેલા હનુમાનજીને જોઇ તુરત ત્યાં હનુમાનજીને અટકાવવા માટે આવ્યા અને કહ્યું કે હે વાનરેશ્વર! તું ખરેખર સ્વામી ભક્ત છે, જો ત્યાં ગંગાજી આવે તો હમો આવીશું, હમોને ગંગાજી વિના કષ્ટ થાય. (૭૨-૭૩)
ત્યારે હનુમાનજી બોલ્યા કે બ્રાહ્મણો ત્યાં રામચંદ્રજી પ્રભાવથી અને મારા સત્વબળથી તથા આપની કૃપાથી ગંગાજી પ્રગટ થશે. (૭૪)
હનુમાનજી પોતાનું અદ્ભુત રૂપ ધારણ કરી સઘળા બ્રાહ્મણોને લઇ હર્ષથી આકાશમાં ઉડ્યા. (૭૭)
કેટલાકને હાથથી પકડી, બીજાઓને કંઠે લટકાવી કેટલાકને મસ્તક પર બેસાડી, વાનરશ્રેષ્ઠ હનુમાનજીએ પ્રસ્થાન કીધું. (૭૮-૭૯)
વિપ્રવૃંદો સહિત આવેલા હનુમાનજીને જોઇ રામચંદ્રજીએ તે શ્રેષ્ઠ બ્રાહ્મણોનાં ચરણ કમળને નમસ્કાર કરી પરાક્રમી હનુમાનએ રામચંદ્રજીને પ્રણામ કરી ગંગાજીનું સ્મરણ કીધું ત્યારે તેમના સત્યથી ગંગાજી પણ ત્યાં આવ્યા. (૮૧)
રામચંદ્રજીએ ચાર જુદાજુદા ગોત્રનાં પૃથ્વિપર ભોગ તથા મોક્ષ આપનારા તે અઢાર હજાર બ્રાહ્મણોને ત્યાં સ્થાપ્યા. અને તે બ્રાહ્મણોનાં ચરણ ધોઇ તે જળ પોતાના મસ્તક પર છાંટ્યું. (૮૨-૮૩)
ત્યારપછી ત્યાં રામચંદ્રજીએ મોટો યજ્ઞ કરી સમાપ્તિમાં અવભુથ સ્નાન કરી સિધ્ધનાથને પ્રણામ કરી બ્રાહ્મણોનાં આર્શિવાદ લઇ ગોકર્ણ મુનિનાં પ્રસાદથી રામચંદ્રજી કૃતાર્થ થયા. (૮૪-૮૫)
તાપી નદી જેવી બીજી કોઇ નદી નથી જેના નામ સ્મરણથી પાપીઓ સ્વર્ગે જાય છે. અહીંથી પાંચ કોશનાં અંતરે સિધ્ધિનાથ મહાદેવનું નિત્ય સ્મરણ કરતો મારો નાનોભાઇ ગોકર્ણ રહે છે. ત્યાં તેમનો આશ્રમ છે. હે રાજન! ગોકર્ણ મુનિના તપોબળથી સંસારમાંથી મુક્તિ આપનાર સિધ્ધનાથ મહાદેવનું શિવલીંગ પૃથ્વીનું વિદારણ કરી ત્યાં સ્વંયભૂ પ્રગટ થયા હતા.
હે મહાભાગ ! સિધ્ધનાથથી ઉત્તમ બીજું મહાદેવનું લિંગ કોઇ નથી, મકરનાં સૂર્યમાં તેના દર્શન કરવાથી પુનઃજન્મ થતો નથી. (૧૭૫)
મકર રાશીનાં સૂર્યમાં રઘુકુલોત્પન રામચંદ્રજીએ પૂજેલા સિધ્ધનાથ મહાદેવનાં દર્શન કરી તથા રામકુંડમાં સ્નાન કરી ગર્ભવાસ ના કષ્ટને કયો પુરૂષ પામે છે ? અર્થાત કોઇ પણ પામતો નથી. (૧૭૬)
ગયાજીમાં હજારો વાર પિંડદાન કરવાથી પિતરોની જે ગતિ થાય છે તે ગતિ માગશર સુદ અગિયારસ ગીતા અગિયારસ ગીતા જયંતિનાં દિવસે અહીં પિંડદાન કરવાથી થાય છે. (૧૭૭)
એક લાખ વર્ષ શ્રીશૈલ પર્વતમાં આશ્રય કરવાથી જે ફળ મળે છે, તે ફળ અહીં માગશર સુદ અગિયારસ ગીતા જ્યંતિનાં દિવસે સિધ્ધનાથ મહાદેવનાં દર્શનથી માત્ર મળે છે.
આમ આ દિવસે સિધ્ધનાથ મહાદેવનો મેળો ભરાય છે. જે દિવસે ગોકર્ણ મુનિએ વિધિપૂર્વક શિવલિંગની સ્થાપના કરેલ હતી.